પપ્પુની નજરે પત્ની અને સાળી વચ્ચેનો તફાવત
પપ્પુએ ભુરાને પત્ની અને સાળી વચ્ચેનો તફાવત જણાવ્યો
સાળી- સુંદર
પત્ની- ઠીક-ઠીક
સાળી- પેશન
પત્ની- ટેન્શન
સાલી- યમ્મી
પત્ની- વ્હેમી
સાળી- કૂલ
પત્ની- ફૂલ
સાળી- તુટીફ્રૂટી
પત્ની- કિસ્મત ફૂટી
સાળી- ફ્રેશ કેક
પત્ની- અર્થ ક્વેક
_____________________________________________________________________
‘‘હેય, બે મિનીટમાં મારા કેબિનમાં ચા મોકલ’’
એક જુનિયરે ઓફિસમાં બોસને નંબર ડાયલ કર્યો અને ભૂલથી કહ્યું, ‘‘હેય, બે મિનીટમાં મારા કેબિનમાં ચા મોકલ.’’
બોસ ગરમ થઇ ગયા અને બોલ્યા, ‘‘તને ખબર છે હું કોણ છું?’’
જૂનિયરઃ નો
બોસઃ હું આ ઓફિસનો બોસ છું
જુનિયરએ પણ એ જ ડાયલોગ માર્યોઃ શું તમને ખબર છે હું કોણ છું?
બોસઃ નો
જુનિયરઃ થેન્ક ગોડ...(ફોન કાપી નાંખ્યો)
_____________________________________________________________________
છોકરીએ પોતાની વેદના ઠાલવી છોકરો હતાશ થયો
એક છોકરી જ્યારે પણ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થતી ત્યારે એક છોકરા સાથે બેસીના વાતો કરતી હતી.
છોકરીઃ તે મારી સાથે વાત નથી કરતાં, કોઇ કામ પણ નથી કરતાં, તે મારી સાથે રેસ્ટોરાંમાં પણ નથી આવતા. લાગે છે કે તે હવે મને પસંદ નથી કરતાં.
છોકરોઃ કોણ છે એ?
છોકરીઃ મારા બોયફ્રેન્ડ!
____________________________________________________________________
ડોક્ટરને બીજી વખત ઓપરેશનનું કહેતા ભડક્યો ચમન
ચમનની પત્નીનું ઓપરેશન થયું જ હતું ત્યાં ડોક્ટર તેની પાસે આવ્યાં અને બોલ્યા
ડોક્ટરઃ આઇ એમ સોરી, ઓપરેશન વખતે એક રબરનું ગ્લવ્ઝ તમારા પેટમાં રહી ગયું છે, ફરીથી ઓપરેશન કરવું પડશે.
ડોક્ટરની વાત સાંભળીને ચમન બોલ્યો
ચમનઃ અરે પાગલ છે કે શું, આ લે 20 રૂપિયા નવા લઇ લે જે
_____________________________________________________________________
આવા મેનેજર હોય તો શું કરે બીચારો કર્મચારી
સ્ટાફઃ હાં થોડુક નોલેજ છે, બોલોને શું થયું?
મેનેજરઃ વેલ, મે એક ફેક્સ મોકલ્યો અને રિસેપન્સનિસ્ટમાંથી ફોન આવ્યો
કે, તેને બ્લેન્ક પેજ મળ્યું છે. મે બીજી વખત પ્રયત્ન કર્યો, પરંતુ ત્યારે
પણ તેવું જ થયું
સ્ટાફઃ સર, તમે કેવી રીતે ફેક્સ મોકલો છો?
મેનેજરઃ હું નથી ઇચ્છતો કે કોઇ ભૂલથી પણ તે વાંચી જાય, એટલા માટે હું તેને ફોલ્ડ કરીને મોકલી રહ્યો છું, તેથી બીજું કોઇ વાંચી ના લે...
No comments:
Post a Comment