શું, પત્ની મર્યાના ન્યૂઝ મળતા છત પરથી માર્યો કૂદકો!
બન્ટુ 25 માળની બિલ્ડિંગની છત પર જઈ ઉભો હોય છે ત્યારે તેને ફોન આવ્યો: બન્ટુજી તમારી પત્ની મરી ગઈ છે.
બન્ટુ દુ:ખી થઈને ત્યાંથી જ કુદકો મારી દે છે. ઉપરથી નીચે પડતા પહેલા વચ્ચે જ તેને યાદ આવે છે કે હજુ તો તે કુંવારો છે.
_________________________________________________________________________
આઈ એમ ગોઈંગનો અર્થ શું થાય?
ચન્ટુ: યાર, આઈ એમ ગોઈંગનો અર્થ શું થાય...?
બન્ટુ: હું જાવ છું...!!
ચન્ટુ: અરે...!! જતાં-જતાં આનો અર્થ તો કહેતો જા....
_________________________________________________________________________
વર્ષનો સાતમો ગેસ સિલિન્ડર ખરીદી શકીશું?
કાલે સામાન્ય માણસ એ વિચારતો હતો કે તે ક્યારેય આઈફોન-5 ખરીદી શકશે.
અને...
આજે તે એ વિચારે છે કે શું તે વર્ષનો સાતમો ગેસ સિલિન્ડર ખરીદી શકશે.
_________________________________________________________________________
ઈસ પ્યાર કો ક્યા નામ દું,એક હજારો મેં મેરી બેહના હે!
છોકરો એક છોકરીને ગુલાબ આપતા: યે રિશ્તા ક્યાં કહેલાતા હે?
છોકરી: પવિત્ર રિશ્તા.
છોકરો: તો, ઈસ પ્યાર કો ક્યાં નામ દું?
છોકરી: એક હજારો મેં મેરી બેહના હે....
_________________________________________________________________________
બિમારીની સસ્તી, સારી અને ટકાઉં સારવાર
લાલુભાઈ ડોક્ટર પાસે જઈ બોલ્યા,
લાલુભાઈ: ડોક્ટર સાહેબ, હું બહું પરેશાન છું, જ્યારે પણ હું પથારીમાં પર ઊંઘવા જાવ છું ત્યારે એવુ લાગે છે કે પથારી નીચે કોઈ છે, જ્યારે હું પથારી નીચે જોવ છું તો લાગે છે કે ઉપર કોઈ છે. નીચે, ઉપર, નીચે, ઉપર એવું કર્યા કરુ છું, ઊંઘ જ નથી આવતી. મારી સારી સારવાર કરો નહીંતો હું પાગલ થઈ જઈશ.
ડોક્ટરે કહ્યું: તમારી સારવાર લગભગ બે વર્ષ સુધી ચાલશે, તમારે અઠવાડિયામાં બે વાર આવવું પડશે અને તમે મારા કહ્યાં પ્રમાણે સંભાળ રાખી તો તમે સારા થઈ જશો.
લાલુભાઈ: ડોક્ટર સાહેબ, પણ તમારી ફી કેટલી થશે?
ડોક્ટર: 100 રૂપિયા એકવાર આવવાના અને 200 રૂપિયા એક મહિનાની દવાઓના.
લાલુભાઈ ગરીબ હતા, પછી આવવાનું કહ્યું અને જતા રહ્યા.
6 મહિના પછી લાલુભાઈ ડોક્ટરને રસ્તા પર મળ્યા.
ડોક્ટરે પુછ્યું: કેમ ભાઈ, તમે તમારી સારવાર કરાવવા કેમ ન આવ્યા?
લાલુભાઈ: 100 રૂપિયામાં એકવારની સારવાર કોણ કરાવે? મારા પડોશીએ મારી સારવાર માત્ર 20 રૂપિયામાં કરી દીધી.
ડોક્ટરે: એમ કેવીરીતે!?
લાલુભાઈ: તે સુથાર છે, એક પાયાના ફક્ત 5 રૂપિયા લઈ તેણે મારા પલંગના ચારેય પાયા કાપી આપ્યા.
_________________________________________________________________________
હું તારા માટે કંઈપણ કરી જઈશ!
એકવાર એક છોકરાએ પોતાની ગર્લફ્રેન્ડને ફોન કર્યો અને પુછ્યું,
છોકરો: તું આપણા પ્રેમ માટે શું કરી શકે છે?
છોકરી: હું તારા માટે આગ પર ચાલી શકું છું અને સળગતા કોલસાથી સ્નાન કરી શકું છું.
છોકરો: એમ...શું તું મને અત્યારે મળવા આવી શકે છે?
છોકરી: પાગલ થઈ ગયો છે શું!, તડકો કેટલો છે...
_________________________________________________________________________
શું, પત્નીઓથી જુદાં થવાનો સરળ ઈલાજ!
એક વ્યક્તિને લોટરી લાગી તે ખુશ થઈને ધરે આવ્યો અને પોતાની પત્નીને પુછ્યું,
પતિ (ખુશીથી): મને લોટરી લાગે તો તું શું કરીશ?
પત્ની: અડધા રૂપિયા લઈ, તમને છોડી પિયર જતી રહીશ.
પતિ (ગુસ્સાથી): આજે મારી 50 રૂપિયાની લોટરી લાગી છે, આ લે 25 અને નીકળી જા.
_________________________________________________________________________
શું પેટ્રોલ, ડિઝલનાં ભાવ વધ્યા!
"હું વરસાદમાં ચાલું છું કેમ કે મને કોઈ રડતા જોઈ ન શકે!" આ જુનો છે
"હું ધુમ્મસમાં ચાલું છું કેમ કે મને કોઈ સ્મોકિંગ કરતા ન જોઈ શકે!" આ નવો છે.
લેટેસ્ટ શું છે ખબર છે? "હું ચાલીને જવું છું, કારણ કે પેટ્રોલ/ડિઝલના ભાવ વધી ગયા છે."
_________________________________________________________________________
ઇન્ડિયન રોક્સઃ અમેરિકનના હોંશ ઉડાવી દીધા
એક અમેરિકન અને એક ઇન્ડિયન ખાસ મિત્રો હતા. એક દિવસ ઇન્ડિયન તેના અમેરિકન મિત્ર ના ઘરે ગયો. સરસ મજા નું ઘર જોઈ ને ઇન્ડિયન મિત્ર બોલ્યો: વાહ શું ઘર છે યાર?
અમેરિકન મિત્ર બોલ્યો: સામે જો પેલો બ્રીજ દેખાય છે? તેનો ચાર્જ મારા હાથ માં હતો. તેના ૧૦% મારા ખીસા માં આવ્યા. થોડા દિવસ પછી અમેરિકન મિત્ર તેના ઇન્ડિયન મિત્ર ના ઘરે ગયો.
ઇન્ડિયન મિત્ર ની વિશાળ હવેલી જોઇને અમેરિકન મિત્ર નવાઈ પામ્યો અને બોલ્યો: અહાહા ! શું હવેલી છે યાર? જબરદસ્ત છે.
ઇન્ડિયન મિત્ર બોલ્યો: સામે જો પેલો બ્રીજ દેખાય છે?
અમેરિકન બોલ્યો: ના
ઇન્ડિયન મિત્ર બોલ્યો: તેનો ચાર્જ મારા હાથ માં હતો. તેના ૧૦૦% મારા ખીસા માં આવ્યા
_________________________________________________________________________
શું, પત્ની મર્યાના ન્યૂઝ મળતા છત પરથી માર્યો કૂદકો!
શું, પત્ની મર્યાના ન્યૂઝ મળતા છત પરથી માર્યો કૂદકો!
બન્ટુ 25 માળની બિલ્ડિંગની છત પર જઈ ઉભો હોય છે ત્યારે તેને ફોન આવ્યો: બન્ટુજી તમારી પત્ની મરી ગઈ છે.
બન્ટુ દુ:ખી થઈને ત્યાંથી જ કુદકો મારી દે છે. ઉપરથી નીચે પડતા પહેલા વચ્ચે જ તેને યાદ આવે છે કે હજુ તો તે કુંવારો છે.
_________________________________________________________________________
પપ્પુએ લાઈટ જતાં કરી કોમેન્ટ!
પપ્પુની પત્ની: લો લાઈટ જતી રહી....
પપ્પુ: લાઈટ જ ગઈ છે ને પંખો તો ચાલુ કરો.
પત્ની: કરીને પાછી મુર્ખ જેવી વાત... પંખો ચાલુ કરીશ તો મીણબત્તીઓ ઓલવાઈ નહી જાય?
_________________________________________________________________________
સાચુ એડ્રેસ આપોને?
સન્તાની પત્ની (ફોન પર) ક્યા છો ? સન્તા - તને યાદ છે એક દિવસ તને એક સેટ પસંદ આવી ગયો હતો પણ મારી પાસે પૈસા નહોતા અને મેં તને કહ્યું હતું કે હું તને એક દિવસ જરૂર અપાવીશ
પત્ની (ખુશીથી): હા..હા... મને યાદ છે.
સન્તા - બસ એની પાસેની પાનની દુકાન પર.
_________________________________________________________________________
પ્રેમ થઈ જાય કે કરવો પડે!!!
કનુ: યાર, પ્રેમ થઈ જાય કે કરવો પડે.
મનુ: જો છોકરી સુંદર હોય અને સ્કુટી પર બેઠી હોય તો પ્રેમ થઈ જાય,
પણ જો છોકરી સુંદર ન હોય અને કારમાં બેઠી હોય તો પ્રેમ કરવો પડે.
_________________________________________________________________________
શું, પ્રોફેસરને પોતાના પ્રશ્નનો જવાબ આવો મળ્યો!!
પ્રોફેસર: એક પ્લેટફોર્મ 2 કિમી લાંબુ છે, વાવાઝોડું 60 કિમીની ઝડપથી ફુંકાઈ રહ્યું છે, એક ટ્રેન આવી અને દિલ્હીથી મુંબઈ તરફ જતી રહી. તો પ્રશ્ન મારો એ છે કે: મારી ઉંમર કેટલી છે?
બધા વિદ્યાર્થી પરેશાન થઈ એકબીજાના ચહેરા જોવા લાગ્યા....
એક વિદ્યાર્થીએ જવાબ આપવા હાથ ઉચ્ચો કર્યો....
વિદ્યાર્થી: સર, તમારી ઉંમર 42 વર્ષ છે...
પ્રોફેસર: સરસ, પણ તે કેવીરીતે ગણતરી કરી?
વિદ્યાર્થી: સર, અમારા ઘર પાસે એક વ્યક્તિ રહે છે, તે અડધો પાગલ છે અને તેની ઉંમર 21 વર્ષ છે....
_________________________________________________________________________
'કેડબરી ડેરીમિલ્ક' ખુશીઓની મિઠાશ!!!
ગર્લફ્રેન્ડ: હું તારા રોજના ઝઘડાથી થાકી ગઈ છું, મારે તારી જોડે બ્રેક-અપ જોઈએ છે...
બોયફ્રેન્ડ: ઠીક છે, પહેલા આ ચોકલેટ લઈલે.
ગર્લફ્રેન્ડ: અરે!!! તો તું મને નહીં છોડે, મને ચોકલેટ આપીને માનાવી રહ્યો છે...?
બોયફ્રેન્ડ: નહીં મારા મમ્મી કહે છે કે કોઈ સારું કામ કરતા પહેલા મોં મીઠું કરી લેવું જોઈએ.
'કેડબરી ડેરીમિલ્ક' ખુશીયો કી મિઠાશ....
_________________________________________________________________________
થાંભલા સાથે અથડાઈ નહીં!
એક યુવતી કોમામાં સરી પડી..
પતિ તેને મરેલી સમજીને સળગાવવા ચાલ્યો..
રસ્તામાં અરથી થાંભલા સાથે અથડાવાથી યુવતી હોશમાં આવી ગઈ..
એક વર્ષ પછી તે યુવતી સાચ્ચે જ મરી ગઈ..
બધા લોકો 'રામ નામ સત્ય હે' બોલતા જતાં હતાં...
પણ..
તેનો પતિ તો એક જ વાક્ય ઉચ્ચારતો હતો 'થાંભલા સાથે અથડાઈ નહીં....થાંભલા સાથે અથડાઈ નહીં.'
_________________________________________________________________________
શૈતાન ચુડેલે પુરી કરી પતિ-પત્નીની વિશ
એક શૈતાન ચુડેલે 60 વર્ષના પતિ પત્નીને કહ્યું
ચુડેલ: હું તમારી બન્નેની એક-એક વિશ પુરી કરી શકું છું. પત્ની: હું મારા પતિ સાથે આખી દુનિયા ફરવા ઈચ્છુ છું.
ચુડેલે છડી ફેરવી ત્યાં બે ટિકિટ આવી ગઈ.
પછી પતિને પુછ્યું: તું બોલ શું ઈચ્છે છે. પતિ: મારે મારાથી 30 વર્ષ નાની વાઈફ જોઈએ છે.
ચુડેલે પાછી છડી ફેરવી અને પતિને 90 વર્ષનો કરી દીધો.
_________________________________________________________________________
તારું બાળક કેટલું ક્યુટ છે. તારા જેવું જ દેખાય છે
મિત્રઃ તારું બાળક કેટલું ક્યુટ છે. તારા જેવું જ દેખાય છે
બીજો મિત્રઃ ચુપ યાર, અને ધીરે બોલ, આ મારું બાળક નથી, આ તો અમારા પાડોશીનું બાળક છે.
_________________________________________________________________________
વેડફાતાં પાણી અંગે કાકા-ભત્રીજાની વાતો
કાકાઃ ભત્રીજા, એક વાત જણાવ તો કે આપણા વેડફાતાં પાણીને આપણે રોકવું હોય તો શું કરવું?
ભત્રીજોઃ સાવ સહેલું, આપણે ન્હાવાનું બંધ કરવું જોઇએ.
_________________________________________________________________________
પ્રભુ, તમે મહિલાંઓને શા માટે આટલી સુંદર બનાવી?
યુવકઃ પ્રભુ, તમે મહિલાંઓને શા માટે આટલી સુંદર બનાવી?
પ્રભુઃ કારણ કે, તમે તેને પ્રેમ કરી શકો
યુવકઃ પણ તમે તેને મુર્ખ કેમ બનાવી?
પ્રભુઃ કારણ કે તે તમને પ્રેમ કરી શકે..
_________________________________________________________________________
વાળ કપાવ્યાં, દાઢી કરાવ્યાં પછી એક વ્યક્તિ બોલ્યોઃ હું થોડીકવારમાં આવું છું ત્યાં સુધી તમે આ બાળકના વાળ કાપો
એક કલાક પછી
સલુનવાળોઃ અરે બાબા, તારા પપ્પા ક્યાં છે?
બાળકઃ તે મારા પપ્પા નથી, તેઓ મને સલુન બહાર મળ્યા અને કહ્યું કે, ચાલ આપણે મફતમાં વાલ કપાવીએ!!એક કલાક પછી
સલુનવાળોઃ અરે બાબા, તારા પપ્પા ક્યાં છે?
_________________________________________________________________________
પત્નીઃ વાઉ, તો પછી મારા પ્રત્યેની તારી ભાવનાઓ કેવી છે?
પતિઃ જ્યારથી આપણે લગ્ન કર્યાં છે ત્યારથી આપણા વચ્ચેનો રોમાન્સ ઓછો થયો નથી કે તારા પ્રત્યેની મારી ભાવનાઓ ઓછી થઇ નથી
પત્નીઃ વાઉ, તો પછી મારા પ્રત્યેની તારી ભાવનાઓ કેવી છે?
પતિઃ મને હંમેશા તું માથાનો દુઃખાવો લાગી છે પત્નીઃ વાઉ, તો પછી મારા પ્રત્યેની તારી ભાવનાઓ કેવી છે?