Saturday, December 1, 2012

Funny Jokes



એક વખત રજનીકાન્ત તલવારબાજીની એક કૉમ્પિટિશનમાં પહોંચ્યા
ત્યાં ચીન, જાપાન અને કેટલાક અન્ય દેશોથી તલવારબાજી માટે યોદ્ધાઓ આવી પહોંચ્યા હતા..

પહેલા ચાઇનીઝ તલવારબાજ આવ્યો, તેણે એક વાળના બે ટૂકડા કરી નાંખ્યા..


એ પછી જાપાનીઝ આવ્યો, તેણે ઉડતી માખીનું ગળું કાપી નાખ્યું..


આ જોઈને રજનીકાન્ત ગુસ્સે ભરાયો..


તેણે એક મચ્છર જોયું...


પોતાની તલવાર ફેરવી..


પણ મચ્છર ઉડતું જ રહ્યું..


જાપાનીઝ અને ચાઈનીઝ બન્ને જણ આ જોઈને જોર-જોરથી હસવા લાગ્યા અને રજનીકાન્તને પૂછ્યું.. "સરજી, મચ્છર તો હજુ પણ


ઉડી રહ્યું છે..?"

.

.

.

.
.
રજનીકાન્તે હસતાં-હસતાં જવાબ આપ્યો, "ઊડી તો રહ્યું છે, પણ હવે તે ક્યારેય લોહીં નહીં પી શકે"


*******

પત્ની આપ્યા પછી તમે તો સામું પણ નથી જોતા!!
એક પરણીત વ્યક્તિ મંદિરમાં ભગવાનને પૂછે છે, હે પ્રભુ..

તે બાળપણ દીધુ, એ છીનવી લીધું..


એશો-આરામ આપ્યો, એ પણ છીનવી લીધો..


પૈસો આપ્યો, એ પણ વેડફાઈ ગયો..


અને હવે પત્ની આપી..

.

.

.

.
.
પણ એને આપ્યા બાદ સામું જ નથી જોતા..!!


*******

રજનીકાન્ત, આઈન્સ્ટાઇન અને હાર્ટ એટેક!
એક દિવસે ફિલ્મ સ્ટાર રજનીકાન્ત 100 મીટર દોડ લગાવવા માટે ઉતર્યા..

સ્ટેડિયમ ખચોખચ ભરાયેલું હતું..


આ દોડ સ્પર્ધા જોવા માટે ફેમસ સાઇન્ટિસ્ટ આઈન્સ્ટાઇન પણ આવેલા..


હવે એ તો નક્કી જ છે કે મેચમાં ફર્સ્ટ તો રજનીકાન્ત જ આવ્યા હોય..


પણ, જેવી જ દોડ પૂરી થઈ, આઈન્સ્ટાઇનને હાર્ટએટેક આવી ગયો..


પૂછો કેમ....?

.

.

.

.
.
.
.
.
કેમકે.. લાઇટનો બીજો અને અવાજનો ત્રીજો અને હવાનો ચોથો નંબર આવ્યો હતો..


*******

ઑફિસમાં ગગાનો પહેલો દિવસ અને બોસ સામે બાફ્યૂં
ગગાએ નવી-નવી નોકરી જૉઇન કરી..

ઑફિસનો પહેલા દિવસે ગગો મોડી રાત સુધી કમ્પ્યૂટર ઉપર કામ કરી રહ્યો હતો..


ગગાના બોસ આ જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા અને ગગાને પૂછ્યું કે...


બૉસઃ ગગા તુ હજુ સુધી ઑફિસમાં, શું કામ કર્યું તે આજે?


ગગોઃ સાહેબ, આ કીબોર્ડમાં આલ્ફાબેટ આડાઅવળા લખ્યા છે, તું હું એક-એકને લાઇનસર ગોઠવી રહ્યો છું. :) ;)


*******

ભગાનો ભીતભડાકોઃ જેને-જેને સ્વર્ગમાં જવું હોય હાથ ઊંચો કરે!!
ભગો તેના સાસરે ગુરૂજીનું પ્રવચન સાંભળવા ગયો! ગુરુજી બોલ્યા, "જે-જે સ્વર્ગમાં જવા માંગે છે, તે પોતાનો હાથ ઉપર કરે"!!

ભગાની પત્ની અને સાસુએ પોતપોતાનો હાથ ઉપર કર્યો..


ગુરુજીએ ભગાને પૂછ્યું.. "શું તમે સ્વર્ગમાં નથી જવા માંગતા?"


ભગોઃ ગુરુજી, જો આ બન્ને જતા રહેશે..તો અહીં જ સ્વર્ગ મલી જશે..!! દે તાલી.. :);)



*******

જોક્સઃ રજનીકાંત સાથે જોડાયેલી અનોખી જાણકારીઓ!!
રજનીકાંત જે દિવસે ત્રીજા ધોરણમાં ભણતા હતા, તેમની રફ નોટ્સ વાળી કૉપી કોઈએ ચોરી કરી લીધી હતી.

આજે તે જ કૉપી આપણે વિકીપીડિયાના નામે ઓળખીએ છીએ..!!

પરીક્ષા દરમિયાન પ્રશ્નપત્રમાં લખ્યું હતું, આ પ્રશ્નપત્રમાં 200 પ્રશ્નો છે, કોઈ પણ 100ના ઉત્તર આપો..

રજનીકાંતે તમામ 200 પ્રશ્નો ઉકેલી કાઢ્યા, અને લખ્યું કોઈ પણ 100 તપાસી લો..

ચોમાસા દરમિયાન રજનીકાંતે ક્રિકેટ રમવાનો નિર્ણય કર્યો..

અને રમતનાં કારણે વરસાદે રોકાઈ જવું પડ્યું..

કોણ કહે છે, દુનિયા ડિસેમ્બર, 2012માં પૂરી થઈ જશે..?

રજનીકાંતે તાજેતરમાં જ લેપટોપ ખરીદ્યું છે, જેની ઉપર ત્રણ વર્ષની વૉરન્ટી છે..

ખાસ્સા સમય પહેલા, રજનીકાંતે દાતની મજબુતાઈ માટે એક પાવડરનો ઉપયોગ કર્યો..

આજે એ જ પાવડરને આપણે અંબુજા સીમેન્ટ તરીકે ઓળખીયે છીએ..  :) :) :) :) (માત્ર મનોરંજન..)

*******
ગગો ભગો અને કેળું
ગગાએ ભગાને પૂછ્યું, "તું ભૂખ્યા પેટે કેટલાં કેળાં ખાઈ શકે? "

ભગોઃ (થોડું વિચારીને કહ્યું), "હું છ કેળાં ખાઈ શકું છું"

ગગાએ હસતાં-હસતાં કહ્યું, "ખોટો જવાબ, દોસ્ત..પહેલું કેળું ખાધા પછી તારું પેટ ખાલી ક્યાંથી રહેશે?, એટલે ખાલી પેટે કેળું એક જ ખાઈ શકાય.."

ભગો ઢીલા મોઢે ઘરે પહોંચ્યો અને ઘરે પહોંચીને પત્નીને પ્રશ્ન કર્યો, "અલી ભગી, તુ ખાલી પેટે કેટલાં કેળાં ખાઈ શકે છે?"

પત્નીએ પણ થોડીક વાર વિચારીને પછી કહ્યું, "હું ચાર કેળાં ખાઈ શકું છું.."

ભગાએ નિરાશ સ્વરે કહ્યું, "ઓહ નો, જો તું છ કેળાં કહેકી તો એક મસ્ત વાત કહેતો તને.."

*******

એક ગધેડાની આશા..
એક ગધેડો - યાર મારો માલિક મને ખૂબ જ મારે છે..!

બીજો ગધેડોઃ તો ભાગી જા ને બે..!!

પહેલા વાળો ગધેડોઃ ભાગી તો જતો પણ અહીં ફ્યૂચર થોડું બ્રાઇટ લાગે છે, જ્યારે માલિકની સુંદર દીકરી કોઈ મસ્તી કરે છે તો માલિક ઘણી વખત બોલે છે, "સુધરી જા, સુધરી જા, નહીં તો તારા લગ્ન કોઈ ગધેડા સાથે કરાવી દઈશ.."

એ આશાએ બેઠો છું.

*******
ભગાએ ગાયુ, સુપરમેનનું ફેવરિટ સૉન્ગ!!
ગગો અને ભગો, બઉ દિવસે એકબીજાને મળ્યા.. બન્ને વચ્ચે ખાસ્સી બધી ચર્ચાઓ થઈ અને આખા ગામની પંચાયત ચાલી..

પછી ગગાએ ભગાને પૂછ્યું, "સુપરમેનનું ફેવરિટ સૉન્ગ કયું છે?"


આ સાંભળીને ભગો બોલ્યો, "હવા મે ઉડતા જાય, મેરા લાલ દુપટ્ટા મલમલ કા, મેરા લાલ દુપટ્ટા મલમલ કા.. હો જી.."


*******

છગનનાં પરાક્રમથી પત્નીનો પિત્તો હલી ગયો..
છગનની પત્નીનો પિત્તો હલી ગયો..

છગન તેના મિત્ર મગનને કહે છે..

છગનઃ આજે મને મારી પત્નીએ બઉ માર્યો..

મગનઃ કેમ..?

છગનઃ અરે, હું વીણાને કિસ કરી રહ્યો હતો..!!

મગનઃ અરે, વાહ!! વીણા મલિકને કિસ..!!?

છગનઃ નહીં યાર, વીણા અમારી કામ વાળી છે..!! :)



*******
જ્યારે ગગાની જીભ લપસી..
બરોબરની ધોલાઈ પછી ગગો હોસ્પિટલમાં દાખલ થયો હતો. તેના માથે પાટા અને હાથ-પગમાં પ્લાસ્ટર આવ્યું હતું..

તેનો મિત્ર ભગો તેને જોવા માટે આવ્યો અને બોલ્યો, "તને આટલો માર કેવી રીતે પડ્યો, યાર..?"


ગગાએ રોતડાં સ્વરે જવાબ આપ્યો, "કઈ ના પૂછ યાર, કાલે રાત્રે એક લગ્નમાં ગયો હતો, ત્યાં નાચ-ગામ દરમિયાન હું વક્તવ્ય આપી રહ્યો હતો અને જીભ લપસી પડી.."

ભગો,  "એવું તો શું બોલી ગયો તું?"

ગગોઃ "બારી બકસી ખટન ગયા સી, ખટ કે લે આંદા તાર... ભંગડા તાં સજદા, જે નચે કુડી દા યાર.."

ભગો તરત બોલ્યો, "હાસ્તો, પછી તો પડે જ ને?"

હવે ગગાના ચહેરા ઉપર સ્માઇલ આવી ગઈ અને બોલ્યો, "મને તો ખાલી માર જ પડ્યો છે, દોસ્ત, પણ જે નાચ્યો હતો એનું તો કાલે ઉઠમણું છે.."


*******

ગગાની ભોળી પત્ની ગગી, પારદર્શક ડ્રેસ લઈને આવી!!
ગગાની પત્ની ગગી, પોતાનાં માટે બજારમાંથી એક નવો ડ્રેસ લઈને આવી, જેને જોતા જ ગગાનો ગુસ્સા સાતમા આસમાને પહોંચી ગયો, "આ તુ પારદર્શક ડ્રેસ કેમ ઉઠાવી લાવી છો, આમાં તો આરપાર બધુ દેખાય છે.."

ગગી ભોળામને હસે છે અને જવાબ આપે છે, "તમે પણ બઉ જ ભોળા છો જી, હવે જ્યારે હું આ ડ્રેસ પહેરી લઈશ તો આરપાર કેવી રીતે દેખાશે..?"


*******

No comments:

Post a Comment