Thursday, January 3, 2013

Comedy Jokes


ગગાએ સૌથી સુંદર છોકરીને ફસાવી..
ગગો તેના મિત્ર ભગા સાથે વાત કરી રહ્યો હતો, "આજે મે મારા ક્લાસરૂમમાં સૌથી સુંદર છોકરીને ફસાવી"

ભગાએ ગગાને પૂછ્યું, "શું વાત છે, કેવી રીતે?"


ગગો બોલ્યો, "ક્લાસરૂમમાં મે કાગળનું વિમાન બનાવ્યું અને ફેંક્યું. વિમાન ઊડીને ટીચર જોડે જતું રહ્યું. ટીચરે ગુસ્સામાં પૂછ્યું આ કોણે ફેંક્યું? તો મે ઊભા થઈને પેલી છોકરીનું નામ આપી દીધું તો બીચારી ફસાઈ ગઈ..." હા હા હા.. ;) :p

_________________________________________________________________

ઓરંગજેબ એક વખત સેનાપતિને
ઓરંગજેબઃ સેનાપતિ, જણાવો આપણે શિવાજીને કેમ શોધી નથી શકતા?

સેનાપતિઃ કેમ કે મહારાજ, આપણે મુઘલ છીએ, ગૂગલ નહીં.. :) ;b ;) ;b



_________________________________________________________________

ગગાની ફેસબુક 'વૉલ'
ગગાએ મિત્રોના કહેવા ઉપર ફેસબુક એકાઉન્ટ બનાવી નાખ્યું, પણ કઈ સૂઝી નહોંતુ રહ્યું કે વૉલ ઉપર શું લખું..

ખાસ્સુ વિચાર્યા બાદ ગગાએ લખ્યું, "અહીં થૂંકવું નહીં.."



_________________________________________________________________

લગ્નની પહેલી રાત્રે પત્ની બોલી, ફેસબુકમાં ફોટા હવે કાલે મૂકજો!
લગ્નની પહેલી રાત્રે જ ગગો ફેસબુક ખોલીને બેસી ગયો અને લગ્નના ફોટોગ્રાફ્સ અપલોડ કરવા લાગ્યો.

આ જોઈને ગગાની પત્ની ગગી બોલી, ઓ જી સુનતે હો, શાદી કી તસવીરે અબ કલ ફેસબુકમે અપલોડ કરનાં.. :) :)


સોશિયલ વેબસાઇટ્સ અત્યારે ધૂમ મચાવી રહી છે, અને મિત્રો અજીબોગરીબ અને રમૂજી કમેન્ટ્સ, ફોટોગ્રાફ્સ દ્વારા એકબીજાનું મનોરંજન કરી રહ્યાં છે. આવું જ એક મનોરંજન અહીં પ્રસ્તુત થયું છે. જો તમારી પાસે પણ આવા જ કોઈ રમૂજી જોક્સ કે ફોટોગ્રાફ્સ હોય અને દુનિયાભરના વાચકો સાથે શેર કરવા ઈચ્છતા હોવ, તો અમને તો અમને raj.it2011@engineer.com પર મોકલી આપો.

_________________________________________________________________
ગગાના ઘરે વિસ્ફોટક સામાન!!
ઇન્સ્પેક્ટરે બનવારીલાલને પ્રશ્ન પૂછ્યો..

ઇન્સ્પેક્ટરઃ અમને એવી બાતમી મળી છે કે તમારા ઘરે વિસ્ફોટક સામાન છે?


બનવારીલાલઃ જી? સાહેબ, એ તો અત્યારે પિયર ગઈ છે.
_________________________________________________________________

'કૌન બનેગા ભેજાબાજ': બોલો કોની પાસે છે આનો જવાબ?
ક્લાસમાં 25 વિદ્યાર્થીઓ છે, સ્નેહાએ બૉટમથી 19મું સ્થાન પ્રાપ્ત કર્યું, અને નેહાએ ટૉપથી 23મું. હવે જો છાયાએ સ્નેહા અને નેહાની બરોબર વચ્ચેનું સ્થાન પ્રાપ્ત કર્યું તો છાયાનું બોટમથી કયું સ્થાન હશે?

ઑપ્શનઃ 15મું, 14મું, 12મું, કે પછી 11મું?


તમે તમારો જવાબ કમેન્ટ બોક્સમાં જઈને આપી શકો છો!!
_________________________________________________________________

No comments:

Post a Comment