Friday, August 31, 2012

Jokes

એક મચ્છર યુવતીના સ્કર્ટમાં ધુસી ગયું
ભુરોઃ પ્રેમી યુગલ મુવી જોવા ગયુ એક મચ્છર યુવતીના સ્કર્ટમાં ધુસી ગયું, તો મચ્છર યુવતીને ક્યાં કરડ્યું હશે?

પપ્પુએ કંઇક વિચિત્ર જવાબ આપ્યો

પપ્પુનો જવાબ સાંભળી ભુરો બોલ્યો, નોટી માઇન્ડ, ઓલવેઝ થિંક ડર્ટી, મચ્છર યુવકના હાથમાં કરડ્યું!!

 _______________________________________________________________________________

પત્નીએ પતિને ડીનર માટે પૂછ્યું
પત્નીઃ ડીયર, શું આપણે ડીનર માટે જઇશું?

પતિઃ ઓકે, મારી કોઇ પસંદ?

પત્નીઃ ડીયર, હા તમારે હા કે ના બેમાંથી એક પસંદ કરવાનું છે!

 _______________________________________________________________________________

બી સુધારવી હોય તો આટલું કરો
શિક્ષકઃ જો તમે તમારી છબી સારી કરવા માગતા હોવ તો, દરેક મહિલાને ‘માતા’ કહો.

વિદ્યાર્થીઃ એ તો સારું સર કે, મારી છબી સારી થાય, પરંતુ મારા પિતાની છબીનું શું?

 _______________________________________________________________________________

એટિટ્યૂડવાળી છોકરીની શાન ઠેકાણે લાવી દીધી છોકરાએ
એક છોકરો એક છોકરીને ઘણો જ પ્રેમ કરતો હતો, પરંતુ છોકરી હંમેશા તેના પ્રસ્તાવને ઠુકરાવી દેતી. એક દિવસ છોકરાએ તેને કહ્યું કે, હું તારી આ નફરતને પ્રેમમાં બદલી નાંખીશ. આટલું કહ્યાં પછી છોકરી એ છોકરીના ઘરની બહાર ઉભો રહ્યો.

આ રીતે 99 દિવસ પસાર થયા પછી છોકરીએ વિચાર્યું કે તે પણ એ છોકરાને પ્રેમ કરવા લાગી છે અને આજે તે પોતાના પ્રેમનો ઇઝહાર કરશે.

100મા દિવસે છોકરી ઘરની બહાર આવી પરંતુ બહાર છોકરો નહોતો. છોકરીએ પોતાના ઘરની બહાર એક પત્ર જોયો.

પત્રમાં લખ્યું હતું, ‘‘ તું ઘરમાં જ બેસી રહે, મે તારી પાડોશી સાથે સેટિંગ કરી લીધું છે....’’

_______________________________________________________________________________

ગણીતને નફરત કરતા બાળકો કેવી પ્રાર્થના કરે?
ગણીતના એક વિદ્યાર્થીએ કંઇક આવી પ્રાર્થના કરી

મારા વ્હાલા ગણીત,

તું જલદીથી મોટો થઇ જા અને તારી સમસ્યાનું તું જાતે જ નિરાકરણ લાવ. મહેરબાની કરીને અમારા પર આધાર રાખવાનું છોડી દે!

_______________________________________________________________________________

 સિંહ રાત્રે ક્યાં સુતો હશે?
ભુરાએ ચમ્પુને એક પ્રશ્ન પૂછ્યો હતો

ભુરોઃ સિંહ રાત્રે ક્યાં સુતો હશે?

ચમ્પુઃ ગમે ત્યાં, જ્યાં તેને ઇચ્છા પડે ત્યાં, કારણ કે, એ તો જંગલનો રાજા છે ને

_______________________________________________________________________________

સુંદરતાના વખાણ કરતી છોકરીને બીજી છોકરીનો જવાબ
એક છોકરી પોતાની સુંદરતા અંગે અન્ય છોકરીને જણાવી રહી હતી

પહેલી છોકરીઃ હું અરિસા આગળ એક કલાક ગાળું છુ અને મારી સુંદરતાને નિહાળું છું. શું તને આ આંડબર લાગે છે?

બીજી છોકરીઃ ના, મને એ મનની કલ્પના લાગે છે.

_______________________________________________________________________________

કરવા ગઇ’તી પતિની મજાક થઇ ગઇ પોતાની મશ્કરી
એક રાત્રે પત્નીને પતિનો મજાક કરવાનો મૂડ થયો. તે પતિના કાન પાસે ગઇ અને ધીરેથી બોલીઃ એક ચોર ઘરમાં ઘુસ્યો છે અને મારી મમ્મીએ તારી માટે બનાવેલો કેક ખાઇ રહ્યો છે.

પતિઃ શું વાત કરે છે? તો પહેલાં હું કોને ફોન લગાવું? પોલીસને કે પછી એમ્બ્યુલન્સને?

_______________________________________________________________________________

પપ્પુ એક્ઝામ હોલમાં કપડા ઉતારવા લાગ્યો
એક પેપર આપવા માટે પપ્પુ એક્ઝામ હોલમાં પહોંચ્યો

હોલમાં પહોંચતાની સાથે જ તેણે કપડાં ઉતારી નાંખ્યા. આ જોઇને એક્ઝામિનરે પૂછ્યું કે, તે આ શું કર્યું?

પપ્પુઃ સાહેબ, પેપરમાં જ લખ્યું છે કે, આન્સર ઇન ‘બ્રીફ’

No comments:

Post a Comment