Saturday, August 23, 2014

Funny Gujju Jokes

Title:-પશુ જાગી જશે
એકવાર પતિ -પત્ની વચ્ચે ઝઘડો થઇ રહ્યો હતો.

તે ખૂબ વધી ગયો.

પતિએ ગુસ્સાથી કહ્યું , હવે એકપણ શબ્દ ના બોલતા,

નહીં તો મારી અંદરનો પશુ જાગી જશે,

પત્ની - જાગવા દો એ પશુને, ઉંદરથી પણ કોઇ ડરતું હશે.

**********
Title:-કડક રોટલી
ડોક્ટર - તમારા ત્રણ દાંત કેવી રીતે તૂટ્યા?

દર્દી - પત્નીએ કડક રોટલી બનાવી હતી.

ડોક્ટર - તો ખાવાની ના પાડી દેતા.

દર્દી - એ જ તો કર્યું હતું.

**********
Title:-હું અમીર નથી
એક દિવસ મોહિતે ભાવુક થઇને સુમનને કહ્યું,

જુઓ ભાવેશની જેમ હું અમીર નથી,

ના તો મારી પાસે ગાડીઓ છે,

પણ હું તમને ખૂબ પ્રેમ કરું છું.

સુમન- પ્રેમ તો હું પણ તમને ખૂબ કરું છું,

પણ ભાવેશને માટે કંઇ વધારે બતાવોને..

**********
Title:-100 લેટર
સંતા નોકરી માટેના ઇન્ટરવ્યૂમાં ગયો.

મેનેજર - તને એવો કોઇ શબ્દ આવડે છે કે જેમાં 100 લેટર આવી જાય. 

સંતા - આ તો ખૂબ સરળ સવાલ છે.

તરત જ ખૂશ થઇને બોલ્યો- પોસ્ટ બોક્સ

**********
Title:-લપસી જવાનો ડર
એકવખત સંતા ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા.

ટ્રેનમાં ખૂબ ભીડ હતી, 

સંતાને એક ટકલા માણસની સીટ પર બેસવું પડ્યું,

ટકલા માણસને ગુસ્સો આવ્યો અને તે બોલ્યો,

આવ, મારા માથા પર બેસી જા. 

સંતા - ના અંકલ, હું અહીં ઠીક છું. ત્યાંથી તો લપસી જવાનો ડર છે. 


**********