Flipkart Banner

Saturday, August 23, 2014

Funny Gujju Jokes

Title:-પશુ જાગી જશે
એકવાર પતિ -પત્ની વચ્ચે ઝઘડો થઇ રહ્યો હતો.

તે ખૂબ વધી ગયો.

પતિએ ગુસ્સાથી કહ્યું , હવે એકપણ શબ્દ ના બોલતા,

નહીં તો મારી અંદરનો પશુ જાગી જશે,

પત્ની - જાગવા દો એ પશુને, ઉંદરથી પણ કોઇ ડરતું હશે.

**********
Title:-કડક રોટલી
ડોક્ટર - તમારા ત્રણ દાંત કેવી રીતે તૂટ્યા?

દર્દી - પત્નીએ કડક રોટલી બનાવી હતી.

ડોક્ટર - તો ખાવાની ના પાડી દેતા.

દર્દી - એ જ તો કર્યું હતું.

**********
Title:-હું અમીર નથી
એક દિવસ મોહિતે ભાવુક થઇને સુમનને કહ્યું,

જુઓ ભાવેશની જેમ હું અમીર નથી,

ના તો મારી પાસે ગાડીઓ છે,

પણ હું તમને ખૂબ પ્રેમ કરું છું.

સુમન- પ્રેમ તો હું પણ તમને ખૂબ કરું છું,

પણ ભાવેશને માટે કંઇ વધારે બતાવોને..

**********
Title:-100 લેટર
સંતા નોકરી માટેના ઇન્ટરવ્યૂમાં ગયો.

મેનેજર - તને એવો કોઇ શબ્દ આવડે છે કે જેમાં 100 લેટર આવી જાય. 

સંતા - આ તો ખૂબ સરળ સવાલ છે.

તરત જ ખૂશ થઇને બોલ્યો- પોસ્ટ બોક્સ

**********
Title:-લપસી જવાનો ડર
એકવખત સંતા ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા.

ટ્રેનમાં ખૂબ ભીડ હતી, 

સંતાને એક ટકલા માણસની સીટ પર બેસવું પડ્યું,

ટકલા માણસને ગુસ્સો આવ્યો અને તે બોલ્યો,

આવ, મારા માથા પર બેસી જા. 

સંતા - ના અંકલ, હું અહીં ઠીક છું. ત્યાંથી તો લપસી જવાનો ડર છે. 


**********

Tuesday, March 11, 2014

Gujju Jokes

Title:-જાતે ઇંડા આપે
સંતા - અમારી ટીચર હંમેશા અમને મરધા બનાવે છે.

બંતા - હા, અને પરીક્ષામાં જાતે ઇંડા આપે છે.
**********
Title:-મિત્રની સચ્ચાઇ
બે છોકરીઓ વાતો કરી રહી હતી.

પહેલી - આજ પછી કોઇ છોકરા પર વિશ્વાસ નહીં કરું,

બધા ખોટા અને કમીના હોય છે,

બીજી - કેમ શું થયું, બોયફ્રેન્ડે કંઇ કીધું.

પહેલી - નામ ના લઇશ તેનું . તે જૂઠો છે.

આજ પછી હું તેની સાથે વાત જ નથી કરવાની.

બીજી- કેમ શું થયું. તેં એને કોઇ છોકરી સાથે જોઇ લીધો કે શું.

પહેલી - ના એને મને બીજા બોયફ્રેન્ડ સાથે જોઇ લીધી.

તેણે મને કહ્યું હતું કે થોડા દિવસો માટે બહારગામ છે.

**********
Title:-વાંચવા લાગી જાઓ
સ્ટુડન્ટ - પરીક્ષા નજીક હોવાથી પ્રોફેસરની કેબિનમાં ગઇ.

સર, હું પાસ થવા માટે કંઇ પણ કરી શકું છું.

પ્રોફેસર - સારું, આ તો સારી વાત છે.

ફટાફટ તમારી બુક્સ ખોલો અને વાંચવા લાગી જાઓ.

**********
Title:-પ્રેમ કર્યો છે
છોકરી (બોયફ્રેન્ડને) - તેં મારામાં એવું તો શું જોયું કે તું મને પ્રેમ કરવા લાગ્યો.

છોકરો - (ગર્લફ્રેન્ડને)- અરે, જોયું તો કંઇ નથી, હજુ સુધી,

જોવા માટે તો પ્રેમ કર્યો છે.

**********
Title:-સ્વર્ગ- નરક
એકવાર સંતા અને બંતા સમુદ્રના કિનારે ફરી રહ્યા હતા.

અચાનક બંતાના મનમાં વિચાર આવ્યો અને તેણે સંતાને પૂછ્યું.

બંતા - જ્યારે દરેક વ્યક્તિને લગ્નના નુકસાનની ખબર છે તો તે લગ્ન કેમ કરે છે.

સંતા - એ એટલા માટે કે જ્યારે આત્મા સ્વર્ગમાં જાય તો તે સારું અનુભવે,

અને નરકમાં જાય તો ઘર જેવું અનુભવે.

**********
Title:-વરસાદનું બહાનું
એક દિવસ પતિ પત્ની વચ્ચે ઝઘડો થઇ ગયો.

પતિ - બસ, બહુ થઇ ગયું.

તેં મારું દિલ તોડી દીધું છે,

હું આ ઘરમાં તારી સાથે રહી શકું તેમ નથી,

આજની લડાઇ આપણી આખરી લડાઇ છે.

હું અત્યારે જ ઘર છોડીને જાઉં છું અને તે દરવાજા તરફ ગયો.

પત્ની - ક્યાં જાઓ છો?

પતિ - એટલે દૂર કે જ્યાં કોઇ મને શોધી ન શકે,

પતિએ દરવાજો ખોલીને બંધ કરી દીધો.

પત્ની - શું થયું, હવે કેમ ન ગયા.

પતિ - વરસાદ થોડો ઓછો થાય એટલે જઉં.

**********
Title:-સ્વાર્થી દોસ્ત
સંતા - સ્વાર્થી દોસ્તોથી બચીને રહો.

બંતા - પણ એ કેવી રીતે ખબર પડે કે એ સ્વાર્થી છે કે નહીં.

સંતા - સરળ છે, દરેક દોસ્તોને મેસેજ કરો,

જે રીપ્લાય ન આપે તે સ્વાર્થી દોસ્ત.


**********

Wednesday, February 19, 2014

New Comedy Gujarati SMS

Title:-કુતુબ બિમાર
એકદિવસ સંતા ક્લાસમાં સૂતો હતો.

ટીચરે તેને ઉઠાડ્યો.

ટીચર - દિલ્હીમાં કૂતુબ મિનાર છે.

ટીચર - હું બોલી કે રીપિટ કર.

સંતા - દિલ્હીમાં કુતુબ બિમાર છે.
***********

Title:-કમ્પલીટ અને ફીનિશ
એક વખત એક વ્યક્તિ ઇન્ટરવ્યૂ માટે ગયો,

બોર્ડ ઓફ ડિરેક્ટરે તેને પૂછ્યું-

મને કમ્પલીટ અને ફીનિશ બંને વચ્ચેનો અર્થ સ્પષ્ટ કરો,

વ્યકિત - હા, સાહેબ, હું ઉદાહરણ સાથે સમજાવી શકું છું.

કમ્પ્લીટ એટલે કે તમે જ્યારે યોગ્ય વ્યક્તિ સાથે લગ્ન કરો છો,

ફીનિશ એટલે જ્યારે તમે ખોટી વ્યક્તિ સાથે લગ્ન કરો છો.
 ***********

Title:-બેબી બર્ન્ટ!
એક વ્હાઇટ કપલને ત્યાં બ્લેક બેબીનો જન્મ થયો.

પતિએ ગુસ્સે થઇને પૂછ્યું,

આપણે બંને વ્હાઇટ છીએ તો બેબી બ્લેક કેમ છે?

પત્ની - તમે પણ હોટ, અને હું પણ હોટ, તો બેબી બર્ન્ટ!
 ***********
Title:-સુખ દુઃખનો સાથ
પત્ની - જો હું જાડી થઇ જાઉં તો પણ તમે મને આટલો જ પ્રેમ કરશો?

પતિ - જરાય નહીં,

મેં તો ફ્ક્ત સુખ દુઃખમાં સાથ આપવાનો વાયદો કર્યો હતો.


*********** 
Title:-નાણાંકીય સહાય
કોમર્સના એક પ્રોફેસરે પોતાના વિદ્યાર્થીઓને પૂછ્યું -

જો તમારે કોઇ વ્યવસાય શરૂ કરવો હોય તો નાણાંકીય સહાય માટેનો વિશ્વસનીય સ્ત્રોત કયો છે?

વિદ્યાર્થી - પત્નીના પિતાજી એટલે કે સસરાજી.


*********** 

Title:-સપનાં બનશે હકીકત
સરદાર સૂતા હતા તો સપનાંમાં કોઇએ તેમને ચપ્પલ મારી,

2 દિવસ સુધી તો સરદાર બેન્કમાં ન ગયા.

કેમ?

બેન્કમાં લખ્યું હતું કે,

અમે તમારા સપનાંને હકીકતમાં બદલી દઇશું.
 ***********

Title:-બે માખીઓ
એકવાર બે માખીઓ પિક્ચર જોઇને પાછી આવી રહી હતી.

તેમાંથી એકે કહ્યું - આજે ગરમી વધારે છે, ઉડવાનું મન નથી

અન્ય માખી - કંઇ નહીં, આપણે એક કૂતરો કરી લઇએ.


*********** 
Title:-ભિખારીની લોટરી
ભિખારી (દીકરાને) - જો મારી સાત લાખની લોટરી ખૂલશે તો હું પહેલા મકાન ખરીદીશ,

તમારા માટે નવા કપડાં લાવીશ.

દીકરો - આ સિવાય પપ્પા એક ગાડી ખરીદી લેજો,

તેમાં બેસીને ભીખ માંગીશું.

હું રોજ ચાલી ચાલીને થાકી જઉં છું.
 ***********
Title:-આઇ એમ ડાઇંગ
પતિ - શું કરે છે.

પત્ની - આઇ એમ ડાઇંગ

પતિ- ખુશીને દબાવીને, હું તારા વિના જીવી નહીં શકું.

પત્ની - અરે હું મારા વાળને ડાઇ કરી શકું છું.


પતિ - આ અંગ્રેજી ભાષાએ દાટ વાળ્યો છે.
***********

Wednesday, January 22, 2014

Latest Gujarati Jokes


Title:-તારા સિવાય કોઇ નહીં..
પ્રેમિકા (પ્રેમીને)- આપણા લગ્ન માટે તમે માને મળીને તો જુઓ.

પ્રેમી - ના, હવે તારા સિવાય કોઇ બીજી મારા મનમાં નહીં વસી શકે.

********************************************************************
Title:-કોના સંબંધી?
એકવાર એક નવદંપતિને ત્યાં એક યુગલ આવ્યું,

બંનેએ તેમનું સ્વાગત કર્યું અને તેઓ ચાર-પાંચ દિવસ રોકાયા.

પત્ની - આ તમારા કયા રીલેટિવ હતા.

પતિ - બેહોશ થઇ ગયા.

થોડીવાર બાદ બોલ્યા - મને એમ કે એ તારા રિલેટિવ છે.

********************************************************************
Title:-તાલની હડતાલ
સંગીતના શિક્ષક (વિદ્યાર્થીને)- તું કયા તાલ વિશે વધારે જાણે છે?

વિદ્યાર્થીએ તરત જવાબ આપ્યો,

સર, હું તો હડતાલ વિશે વધારે જાણું છું.

********************************************************************
Title:-મહેનતાણું
કર્મચારી - સર, મારો પગાર વધારો,
મારા હાલમાં જ લગ્ન થયા છે.

બોસ - કંપની તેની બહારના કોઇપણ એક્સીડન્ટ માટે મહેનતાણું આપતું નથી.

********************************************************************
Title:-ચાંદ બનશો?
છોકરી - શું તમે મારી જિંદગીમાં ચાંદ બનવાનું પસંદ કરશો?

છોકરો - હા, જરૂર.

છોકરી - તો ચાંદ જેટલો દૂર છે તેટલા દૂર જતા રહો મારાથી.

********************************************************************
Title:-કોઇ છેડતું નથી
છોકરી - દાદી, હું આજે સ્કૂલ નહીં જાઉં.

મને રસ્તામાં છોકરાઓ છેડે છે.

દાદી - બહાના ના બનાવ,

હું એ રસ્તેથી રોજ બજાર જઉં છું,

મને તો કોઇ છેડતું નથી.

********************************************************************
Title:-ગરમ શું છે?
દારૂડિયો - ગરમ શું છે?

વેઇટર - ચાઉંમીન

દારૂડિયો - વધારે ગરમ?

વેઇટર- સુપ

દારૂડિયો- વધારે ગરમ?

વેઇટર - ઉકળતું પાણી

દારૂડિયો - વધારે ગરમ?

વેઇટર - આગનો ગોળો

દારૂડિયો - લાવ, મારે બીડી સળગાવવી છે.

********************************************************************
Title:-ભાષણ સાંભળવા
પોલિસ (દારૂડિયાને) - રાતે એક વાગે તું ક્યાં જઇ રહ્યો છે?

દારૂડિયો- હું દારૂ પીવાના ખરાબ પરિણામોનું ભાષણ સાંભળવા જઇ રહ્યો છું.

પોલિસ - આટલી રાતે કોણ તને ભાષણ આપી શકે છે?

દારૂડિયો - મારી પત્ની.

********************************************************************
Title:-શરમાવવું નહીં
છોકરો - ઉતારો.

છોકરી - ના મને તો બીક લાગે છે,

છોકરો - હું છું,

છોકરી - કોઇ જોઇ લેશે તો,

છોકરો - કોઇ નથી જોતું, ઉતારી દો ને

છોકરો - જો કોપી કરવામાં શરમાવવાનું રાખશો તો પરીક્ષામાં નાપાસ થશો.

********************************************************************
Title:-પ્રોબ્લેમ શેરિંગ
છોકરી - જ્યારે આપણે પરણી જઇશું ત્યારે હું તમારા દરેક પ્રોબ્લેમ શેર કરીશ.

છોકરો - હાલમાં તો મારે કોઇ તકલીફ નથી.

છોકરી - હું તો આપણા લગ્ન બાદની વાત કરું છું.

********************************************************************